આગામી 14 ફેબ્રુઆરી, શનિવારના રોજ વાંસદા ખાતે આદિવાસી સમાજની શક્તિ અને સંસ્કૃતિના પ્રતીક સમાન એક 'ભવ્ય આદિવાસી સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈને વલસાડ લોકસભા ક્ષેત્રના સાંસદ ધવલ પટેલે સમગ્ર આદિવાસી સમાજ અને વિસ્તારના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.


સંસ્કૃતિ અને વિકાસનો સંગમ

 સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે, આ સંમેલન માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ આદિવાસી સમાજના હિત, સર્વાંગી વિકાસ અને સમાજની મજબૂત એકતા પ્રદર્શિત કરવાનું એક પ્લેટફોર્મ છે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની ભવ્ય પરંપરા અને પ્રાચીન સંસ્કૃતિની ઉજવણી કરવાનો છે, જેથી આવનારી પેઢી પોતાની વિરાસતથી પરિચિત થાય.

પરંપરાગત વાનગીઓનું આકર્ષણ

 આ સંમેલનની એક વિશેષતા એ રહેશે કે અહીં આવનારા લોકો માટે આદિવાસી સમાજની પરંપરાગત અને પૌષ્ટિક વાનગીઓનું ખાસ આયોજન કરવામાં આવશે. મહેમાનો અને જનતા આદિવાસી સ્વાદની મિજબાની માણી શકશે, જે આ સમાજની અનોખી ઓળખ છે. સાંસદ ધવલ પટેલે વધુમાં ઉમેર્યું કે, સૌ સમાજના આગેવાનો, યુવાનો અને નાગરિકોએ એકઠા મળીને આ કાર્યક્રમને સફળ બનાવવો જોઈએ. આદિવાસી સમાજની એકતા અને ગૌરવ વધારવા માટે આ સંમેલન એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે.

આ પણ વાંચો: Surat: વેલંજામાં નવી શાળા તૈયાર હોવા છતાં બાળકો જર્જરિત મકાનમાં મોતના સાયે ભણવા મજબૂર


  • Follow us on: