વલસાડ વન વર્તુળમાં થયેલી ખેરના લાકડાની આંતરરાજ્ય તસ્કરીના ગંભીર મામલામાં ગાંધીનગર વન વિભાગ દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. વલસાડ રેન્જના (વાંસદા) રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) જે.ડી. રાઠોડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.નવસારી વિસ્તાર સાથે જોડાયેલા આ પ્રકરણમાં અમદાવાદથી મીડિયા અહેવાલ પ્રકાશિત થયા બાદ ઉચ્ચ કક્ષાએથી આ કાર્યવાહી કરવામાં આવી છે. RFO જે.ડી. રાઠોડને ફરજ મોકૂફ કરીને કચ્છના ભુજ ખાતેની વન વિભાગની વડી કચેરીમાં મુકવામાં આવ્યા છે.


[[$googlead]]

વાયરલ વીડિયો અને સંડોવણી

ખેરની તસ્કરીનું આ રેકેટ મહારાષ્ટ્ર વન વિભાગે લગભગ ૨૦ દિવસ પહેલાં ખેર ભરેલી ટ્રક ઝડપી પાડતા બહાર આવ્યું હતું, જેનું કનેક્શન ચીખલી-વાંસદા વિસ્તાર સાથે જોડાયેલું હતું.આ સમગ્ર પ્રકરણમાં ચીખલી ફોરેસ્ટ ઓફિસમાંથી ગુપ્ત કેમેરામાં રેકોર્ડ થયેલો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તસ્કરો પાસેથી રોકડ રૂપિયાની વસૂલાત અને ગણતરીના દૃશ્યો સ્પષ્ટપણે દેખાતા હતા, જેના આધારે આ કાર્યવાહીને વેગ મળ્યો હતો.અગાઉ આ જ મામલે ચીખલીના મહિલા ફોરેસ્ટર હેતલ પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. RFO જે.ડી. રાઠોડના સસ્પેન્શન બાદ હવે વન વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓની સંડોવણી અંગે ચર્ચાઓએ જોર પકડ્યું છે.

 તપાસનો ધમધમાટ

હાલમાં સસ્પેન્ડેડ ફોરેસ્ટર હેતલ પટેલ અને RFO જે.ડી. રાઠોડની કોલ ડિટેલ્સ અને મોબાઈલ લોકેશનની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ઉચ્ચ કક્ષાએથી થયેલી આ કાર્યવાહીમાં વધુ મોટા નામોનો અને આંતરરાજ્ય તસ્કરીના આ રેકેટમાં સંડોવાયેલા વન વિભાગના અન્ય અધિકારીઓના ખુલાસા થવાની શક્યતા છે.

[[$alsoread]]


આ પણ વાંચો: મેઘરજમાં ગમખ્વાર અકસ્માત, કાર ઝાડ સાથે અથડાતા આધેડનું કરુણ મોત


  • Follow us on: