ભારતમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા જંકશનોમાનું એક પાલનપુર એરોમા સર્કલ ટ્રાફિક સમસ્યાનો હવે નિકાલ થવાનો છે. એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પાલનપુરની ફરતે બાયપાસ તૈયાર થશે.રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ આગામી 11મી ડિસેમ્બરે પાલનપુર ખાતે પહોંચી પાલનપુરની ફરતે રૂ.560 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર 24.5 કિમી લાંબા બાયપાસનું ખાત મુહૂર્ત કરશે જેને લઈ ટ્રાફિકથી ત્રાહિમામ પાલનપુરના શહેરીજનોમાં ખુશી ની લહેર પ્રસરી છે.


પાલનપુરનું એરોમા સર્કલ એ ભારતમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા જંકશનોમાનું એક જંકશન

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યા શહેરીજનો સહિત હાઇવે પરથી પસાર થતાં હજારો વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન છે. દિલ્હી કંડલા નેશનલ હાઇવે પર આવેલું પાલનપુરનું એરોમા સર્કલ એ ભારતમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા જંકશનો માનું એક જંકશન બન્યું હતું. જોકે આ ટ્રાફિક સમસ્યાએ શહેરીજનો માટે માત્ર ટ્રાફિક સમસ્યા જ ન હતી પરંતુ આ ટ્રાફિક સમસ્યા ધરાવતું એરોમાં સર્કલએ પાલનપુર વાસીઓ માટે મોતનું જંકશન પણ બન્યું હતું.

ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆતો

એરોમાં સર્કલ ટ્રાફિક સમસ્યાને કારણે અત્યાર સુધીમાં નાના મોટા અકસ્માતઓમા અનેક લોકો મોતને ભેટી ચુક્યા છે.અને તેને જ કારણે આ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે શહેરના જાગૃત નાગરિકો દ્વારા અલગ અલગ રીતે સ્થાનિક લેવલેથી લઈ ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆતો કરી આ ટ્રાફિક સમસ્યાના નિવારણ ની માંગ કરવામાં આવી હતી.અને તે બાદ હવે જે ટ્રાફિક સમસ્યાની સમગ્ર ભારતમાં નોંધ લેવાય છે તે ટ્રાફિક સમસ્યા ધરાવતું એરોમાં સર્કલ ટ્રાફિક સમસ્યામાંથી મુક્ત બને તે માટે સરકાર દ્વારા પાલનપુરની ફરતે બાયપાસનું નિર્માણ કરાશે.

 560 કરોડથી વધુના ખર્ચે અને 24.5 km લાંબા બાયપાસનું ખાતમૂર્હત

 મહત્વની વાત છે કે એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યાથી ત્રાહિમામ શહેરીજનો છેલ્લા કેટલાય સમયથી એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા અલગ અલગ રીતે માંગ કરી રહ્યા હતા.પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ન ધરાઈ અને તેને જ કારણે શહેરીજોનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો. પરંતુ સરકાર દ્વારા હવે એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પાલનપુરની ફરતે બાયપાસનો નિર્ણય કરાયો અને હવે 11મી ડિસેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અંદાજિત 560 કરોડથી વધુના ખર્ચે અને 24.5 km લાંબો બનનાર બાયપાસનું ખાતમુર્હત કરવા આવશે જેને લઈ શહેરીજનોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : ગુજરાત પોલીસે સ્પેશ્યલ ડ્રાઇવ કરી ગુનેગારોમાં ફફડાટ ફેલાવ્યો હતો, 100 કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્વોનું ચેકીંગ થયું હતું


  • Follow us on: