બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં મહિલાની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે.
મહિલાનો મૃતદેહ મળી આવ્યો
મળતી માહિતી મુજબ, હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી આ મહિલા છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતી. પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આજે અચાનક મહિલાનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
