ગુજરાત બાર કાઉન્સિલની આગામી ચૂંટણીને લઈને રાજ્યભરના વકીલોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આગામી 6 માર્ચના રોજ યોજાનારી આ મહત્વપૂર્ણ ચૂંટણી માટે પાલનપુરના ત્રણ જાણીતા વકીલ પ્રતિનિધિઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેના કારણે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના વકીલ મંડળોમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
ઉત્તર ગુજરાતના પ્રશ્નોને મળશે વાચા
પાલનપુર બારના આ પ્રતિનિધિઓ મેદાનમાં ઉતરવા પાછળનું મુખ્ય કારણ ઉત્તર ગુજરાતના વકીલોના પડતર પ્રશ્નો અને તેમના હિતોને રાજ્ય સ્તરે પ્રાથમિકતા અપાવવાનું છે. ઉમેદવારોનું માનવું છે કે બાર કાઉન્સિલમાં મજબૂત પ્રતિનિધિત્વ હોવાથી સ્થાનિક વકીલોની સુરક્ષા અને સુવિધાઓ માટે વધુ સારી રીતે કામ કરી શકાશે.










