પાલીતાણામાં સરકારી તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. પાલીતાણા તાલુકા પંચાયત કચેરી દ્વારા લાંબા સમયથી વીજબિલની ચુકવણી ન કરવામાં આવતા PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા કડક પગલાં ભરીને કચેરીનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે.
PGVCL દ્વારા આ બાકી લેણાં વસૂલાત
પાલીતાણા તાલુકા પંચાયત કચેરીનું અંદાજે ₹1.70 લાખ જેટલું વીજબિલ બાકી હતું. PGVCL દ્વારા આ બાકી લેણાં વસૂલવા માટે કચેરીને અનેકવાર લેખિતમાં તાકીદ કરવામાં આવી હતી અને નોટિસો પણ ફટકારવામાં આવી હતી. તેમ છતાં, સત્તાધીશોની ઢીલી નીતિ અને બેદરકારીને કારણે બિલ ભરવામાં આવ્યું નહોતું. પરિણામે, PGVCL એ પોતાની 'ડિસકનેક્ટ ડ્રાઈવ' અંતર્ગત કચેરીનો પાવર સપ્લાય બંધ કરી દીધો છે.
