પાલિતાણાનો શેત્રુંજય ડુંગર અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અહીં માતાજીના મંદિર પાસે એક સિંહે ધામા નાખ્યા હોવાની તસવીર સામે આવી છે. આ તસવીર ખુદ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
મંત્રીએ શેર કરી તસવીર
વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ મનોરમ્ય દ્રશ્યનો ફોટો શેર કરતા લખ્યું છે કે, શેત્રુંજય ડુંગર પર જાણે સાવજ માતાજીની સેવામાં હાજર થયો હોય તેમ મંદિરના દ્વાર પાસે આરામ ફરમાવી રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વન્યજીવ પ્રેમીઓમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.
