સુરત શહેરમાં ગેસ સિલિન્ડરની ગેરકાયદે કાળાબજારી કરતાં તત્વો સામે પુરવઠા વિભાગે આકરી કાર્યવાહી શરૂ કરી છે. સુરતના વડોદ વિસ્તારમાં આવેલી અગ્રવાલ એજન્સી પર પુરવઠા વિભાગે ઓચિંતા દરોડા પાડીને મોટા પાયે ચાલતા કાળાબજારના કૌભાંડને ઝડપી પાડ્યું છે.
ગેસ સિલિન્ડરની ગેરકાયદે કાળાબજારી
પુરવઠા વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે વડોદ વિસ્તારમાં આવેલી અગ્રવાલ એજન્સી પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એજન્સીના પરિસરમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા કુલ 241 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. આ સિલિન્ડરોનો ઉપયોગ કાળાબજારમાં અને ગેરકાયદે રીફિલિંગ માટે કરવામાં આવતો હોવાની આશંકા સેવાઈ રહી છે.
