મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે અને દાહોદ પંચમહાલ જિલ્લાના કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો તો કમોસમી વરસાદના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ગોધરામાં વહેલી સવારે કમોસમી વરસાદ
પંચમહાલના ગોધરામાં વહેલી સવારે કમોસમી વરસાદી છાંટા પડતા રોડ અને રસ્તાઓ ભીની થઇ ગયા. કમોસમી વરસાદના પગલે લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો.













