પંચમહાલ જિલ્લામાં સંદેશ ન્યૂઝના 'આજના એજન્ડા' કાર્યક્રમમાં પ્રસારિત થયેલા અહેવાલની તાત્કાલિક અને મોટી અસર જોવા મળી છે. ગેરરીતિના આક્ષેપો બાદ કણજીપાણી ગ્રામ પંચાયતના તલાટી અર્જુન મેઘવાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તલાટી અર્જુન મેઘવાલ સામે લગ્ન નોંધણી કરવાના વિવાદમાં ગેરરીતિના આક્ષેપો હતા. સંદેશ ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતાં જ જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.


લગ્ન નોંધણી કૌભાંડમાં કાર્યવાહી

અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તલાટીએ લગ્ન નોંધણીના માધ્યમથી લગભગ 50 લાખ રૂપિયા કમાયા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. એટલું જ નહીં, માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં તલાટીએ 2000 જેટલા લગ્નની નોંધણી કરી હોવાનું સામે આવ્યું હતું. ગેરકાયદેસર કમાણીના આક્ષેપો બાદ તલાટીએ રાજસ્થાનમાં જમીન ખરીદી હોવાની વાત પણ ચર્ચામાં હતી. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ DDO એ તલાટીને સસ્પેન્ડ કરીને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં 'પૂર્વ'ના પવનોની અસર, લઘુતમ તાપમાન સામાન્ય કરતાં વધુ, પણ સવારના સમયે ઠંડી વર્તાઈ



  • Follow us on: