પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે આ વર્ષે પણ ભક્તિમય માહોલમાં હોળીકા દહન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભાવિકો હોળીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.
સંપૂર્ણ વિધિ વિધાન સાથે હોળીકા દહન
આ વર્ષે 3 માર્ચે ચંદ્રગ્રહણ હોવાથી યાત્રાધામ પાવાગઢ ખાતે 2 માર્ચે હોળી પ્રગટાવામાં આવી હતી. પાવાગઢ ડુંગર પર સંપૂર્ણ વિધિ વિધાન સાથે હોળીકા દહન કરવામાં આવ્યું.













