પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામમાં માર્ગને ખુલ્લો કરવા માટે રોડની આજુબાજુ વર્ષોથી ઊભા થયેલા 180 કરતા વધુ કાચા-પાકા દબાણો હટાવવાની મેગા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ અને ગ્રામ પંચાયતની ટીમો દ્વારા JCB મશીનોની મદદથી આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.


પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા 

દબાણકર્તાઓને થોડા દિવસો પહેલાં નોટિસ આપવામાં આવી હોવા છતાં તેઓએ સ્વેચ્છિક રીતે દબાણ દૂર ન કરતાં આ કાર્યવાહી કરવી પડી હતી. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દબાણ હટાવ્યા બાદ ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તારમાં ફરીથી દબાણો ન થાય તે માટે તકેદારી રાખવી જરૂરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: