પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા યાત્રિકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 6 દિવસથી મેન્ટેનન્સના કારણે બંધ રાખવામાં આવેલી રોપ-વે સેવા આજથી શ્રદ્ધાળુઓ માટે ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.


 રોપ-વે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ

યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખીને રોપ-વે વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ અંતર્ગત ગત 16 ફેબ્રુઆરી થી 21 ફેબ્રુઆરી સુધી રોપ-વે સર્વિસ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી. 6 દિવસ સુધી ચાલેલી ટેકનિકલ તપાસ અને મેઇન્ટેનન્સનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થતા આજે રવિવારથી આ સેવા પુનઃ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Jasdan: દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પૂજારીએ રાજકોટ સિવિલમાં અંતિમ શ્વાસ લીધા

  • Follow us on: