પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં લોકોના જીવ સાથે રમત રમતા એક બોગસ ડોક્ટરનો પાટણ SOGની ટીમે પર્દાફાશ કર્યો છે. પટણી ગેટ નજીક એક શોપિંગ સેન્ટરમાં કોઈ પણ માન્ય ડિગ્રી કે લાઈસન્સ વગર ક્લિનિક ચલાવતા શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.


હાડવૈદના ઓઠા હેઠળ એલોપેથીનો ખેલ

મળતી માહિતી મુજબ, રાધનપુરના પટણી ગેટ પાસે આવેલા શોપિંગ સેન્ટરમાં ઇલિયાસ મહમંદ હનીફ ઢુક્કા નામનો શખ્સ હાડવૈદના નામે ક્લિનિક ચલાવતો હતો. ચોંકાવનારી વિગત એ છે કે આ શખ્સ માત્ર 7 ધોરણ પાસ છે, પરંતુ તે વર્ષોના અનુભવના જોરે ગંભીર બીમારીઓમાં દર્દીઓને એલોપેથીક દવાઓ આપી રહ્યો હતો. ડિગ્રી વગરના આ 'ડોક્ટર' પાસે સારવાર લેવા આવતા નિર્દોષ દર્દીઓના આરોગ્ય સાથે તે સીધા ચેડાં કરી રહ્યો હતો.

SOG ના દરોડામાં મોટો મુદ્દામાલ જપ્ત

ચોક્કસ બાતમીના આધારે પાટણ SOG ની ટીમે ક્લિનિક પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને ક્લિનિકમાંથી કોઈ પણ માન્ય લાઈસન્સ મળી આવ્યું નહોતું. પોલીસે સ્થળ પરથી એક્સ-રે (X-ray) મશીન,મોટા પ્રમાણમાં એલોપેથીક દવાઓ,અન્ય તબીબી સાધનો સહિત કુલ ₹ 5.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો: Valsad: નશાના જોરે વૃદ્ધ પર હુમલો કરનાર બે યુવકોને પોલીસે શીખવ્યો સબક, માફી મંગાવ્યા બાદ ફરી ધરપકડ

  • Follow us on: