પાટણના કુખ્યાત ખંડણીખોર ભાવેશ જીલીયા વિરુદ્ધ ચાલી રહેલી ડિમોલિશનની કામગીરીમાં હવે જમીન પચાવી પાડવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સરકારી ચોપડે નોંધાયેલા પશુઓના ગૌચર પર ગેરકાયદે કબજો જમાવીને ભાવેશે પોતાનું આલીશાન ફાર્મ હાઉસ ઊભું કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
7010 ચોરસ મીટર જમીન પર ગેરકાયદે કબજો
તંત્રની તપાસમાં ખુલાસો થયો છે કે, જીલીયા ગામના રેવન્યુ સર્વે નંબર 166 માં આવેલી સરકારી ગૌચર જમીન પર ભાવેશ જીલીયાએ દબાણ કર્યું હતું. અંદાજે 7010 ચોરસ મીટર જેટલી વિશાળ જમીન, જે ખરેખર પશુઓના ચરિયાણ માટે અનામત હતી, તેના પર ભાવેશે ગેરકાયદે બાંધકામ કરી ફાર્મ હાઉસ બનાવી દીધું હતું.










