ઠાકોર સમાજ દ્વારા થોડા દિવસો અગાઉ સમાજના બંધારણમાં સુધારા વધારા કરવામાં આવ્યા હતા. જેમાં લગ્ન પ્રસંગે ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે કારણે ડીજે સંચાલકોમાં મોટા પાયે રોષ ફેલાયો છે. આ મામલે વિરોધ કરવા માટે પાટણમાં ડીજે સંચાલકો દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે આ સભામાં સાંસદ ગેનીબેન ઠાકોરને ડીજે વગાડવા પર પ્રતિબંધના નિર્ણયને પાછો લેવાની માગ કરી છે.


[[$googlead]]

...તો ડીજે સંચાલકો બેરોજગાર બનશે

ઠકોર સમાજ દ્વારા લગ્નમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે કારણે પાટણમાં સાઉન્ડ સિસ્ટમના માલિકોની સભા યોજાઈ હતી. આ સભામાં ડીજે સંચાલકો દ્વારા વિદ્રોહ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે પોતાની રોજગારી પર તરાપ મારવામાં આવી હોવાનો આરોપ પણ લગાવ્યો છે. આવામાં ડીજે સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ડીજે પર પ્રતિબંધ મુકવામાં આવતા ડીજે સંચાલકો બેરોજગાર બનશે.

DJ પર પ્રતિબંધ મુકશો તો દારૂ વેચવાનું શરૂ કરીશું

આ સાથે બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર સામે આકરા પ્રહારો ડીજે સંચાલકો દ્વારા કરવામાં આવ્યા હતા. ડીજે સંચાલકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, ગેનીબેન ઠાકોરે બંધારણમાં રાજકારણ જોડ્યુ છે. આ સાથે ડીજે સંચાલકોએ ચીમકી આપતા જણાવ્યું છે કે, જો લગ્ન પ્રસંગમાં ડીજે બંધ પર પ્રતિબંધ હટાવવામાં નહીં આવે, તો દારૂ વેચવાનું ચાલુ કરી દેવામાં આવશે.

[[$alsoread]]

કોંગ્રેસને વોટ ન આપવા માટેનો અનુરોધ

આ સાથે ડીજે સંચાલકોની આ બેઠકમાં કોંગ્રેસને વોટ ન આપવા માટેનો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. જે કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ડીજે સંચાલકોએ જણાવ્યું છે કે, ડીજે સાઉન્ડ પર પ્રતિબંધ મુકવામાં ન આવે. 99 ટકા ડીજે સાઉન્ડના વ્યવસાયના લોકો ઠાકોર સમાજના જ છે. જમીન ગીરવે મુકીને સાઉન્ડ સિસ્ટમ વસાવી છે. આવામાં જો લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ મુકવામાં આવશે તો ડીજે સંચાલકો દેણામાં ડૂબી જશે.


આ પણ વાંચો - Patan News: 'ડીજે સળગાવવાની વાતો કરનારા માપમાં રહેજો', સોશિયલ મીડિયામાં ડીજે માલિકોનો વીડિયો વાયરલ


  • Follow us on: