પાટણમાં મસ્તી ગેંગ વિરુદ્ધ એક વધુ ફરિયાદ નોંધાઈ છે, જૂની અદાવતમાં ગાડીના કાચ તોડતા ફરિયાદ નોંધાઈ છે, 10 લાખની લેતીદેતીમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો, જૂની અદાવતનો બદલો લેવા ભાવેશ જીલિયાએ 10 થી વધુ માણસો મોકલી ગાડીના કાચ તોડાવ્યા હતા અને 10 લાખ રૂપિયાની લેતીદેતીમાં 4 ગાડીઓમાં આવેલા લુખ્ખાઓએ આર્ટિકા ગાડી ઘેરી તોડફોડ કરી હતી. હવે ખંડણીખોર ભાવેશ જીલીયાના પતનની શરુઆત થઈ ગઈ છે. જીલીયામાં ફાર્મ હાઉસ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે.
મસ્તાની ગેંગ સામે એક્શન લેવાનું શરૂ
પાટણમાં પોલીસે વામેયા અને મસ્તાની ગેંગ સામે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે. જાહેરમાં આરોપીઓની ટાંટિયા તોડ સર્વિસ કર્યા બાદ હવે ભાવેશ જીલીનો અલગ જોલી ખલક ખજાનો દાદાના બુલડોઝર નીચે આવીને જમીનદોસ્ત થઈ ગયો છે. જીલીયા ફાર્મ સંપૂર્ણ પણે તોડી નાંખવામાં આવ્યું છે. હવે ખંડણીખોર ભાવેશ જીલીયાના સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ ગઈ છે. તંત્ર અને પોલીસની હાજરીમાં વહેલી સવારથી જીલિયા ફાર્મના ડિમોલિશનની કાર્યવાહી કરાઈ હતી. જે હવે સંપૂર્ણ જમીનદોસ્ત થઈ ગયું છે.













