પાટણ જિલ્લામાં સંદેશ ન્યૂઝ ચેનલ પર પ્રસારિત કરવામાં આવેલા બિસ્માર ભારતમાલા રોડના ધારદાર અહેવાલની ગંભીર નોંધ સરકાર દ્વારા લેવામાં આવી છે. અહેવાલના પગલે તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.


સાંતલપુરથી સુઈગામ સુધીનો રોડ બંધ

પાટણ જિલ્લાના સાંતલપુરથી સુઈગામ સુધી પસાર થતા આ મહત્વના ભારતમાલા રોડનો લગભગ 30 કિલોમીટર સુધીનો હાઇવે અત્યંત ખરાબ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. અહેવાલ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ-અલગ ટીમો દ્વારા તાત્કાલિક રોડની તપાસ કરવામાં આવી હતી.તપાસના ભાગરૂપે, બનાવેલા રોડના નમૂના લેવામાં આવ્યા હતા અને તેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ તપાસના આધારે, તંત્રએ આ 30 કિલોમીટર સુધીનો હાઇવે સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

 કોન્ટ્રાક્ટર ફરીથી બનાવશે રોડ

તપાસમાં બહાર આવ્યું હતું કે સાંતલપુરથી સુઈગામ સુધીનો આ 30 કિલોમીટરનો રોડ CDC કંપની દ્વારા બનાવવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટની શરતો અનુસાર, બનાવેલા રોડની 5 વર્ષ સુધીની તમામ જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની હોય છે. આ નિયમ મુજબ, હવે CDS કંપનીને જ આ બિસ્માર થયેલો 30 કિલોમીટરનો રોડ ફરીથી બનાવવો પડશે. તંત્ર દ્વારા મળેલી માહિતી મુજબ, સાંતલપુરથી સુઈગામ સુધીના આ 30 કિલોમીટર રોડનું કામકાજ 15મી ફેબ્રુઆરી સુધી ચાલશે.


આ પણ વાંચો: ઔડાનું મેગા ડિમોલિશન, 24 મીટરનો રોડ ખુલ્લો કરાવવા પાકા દબાણો હટાવાયા

  • Follow us on: