બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા અમલમાં મુકાયેલા બંધારણમાં ડીજેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ડીજેના ઉપયોગને લઈને સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. આ બંને કલાકારોને જાબડિયા ગામના આગેવાનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. હવે ગાયક વિક્રમ ઠાકોરે તેમને સમર્થન આપ્યું છે. જેના કારણે પાટણના રાધનપુરમાં વિક્રમ ઠાકોર સામે રોષ ફેલાયો છે. તાલુકા પંચાયતમાં ભાજપના પૂર્વ પ્રમુખ દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને ચેતવણી આપી છે. બીજી તરફ મુકેશજી ઠાકોરે પણ આ મામલે નિવેદન આપ્યું છે.
કુરિવાજો અને ખોટા ખર્ચા બંધ થાય તે માટે બનાવ્યું
તાલુકા પંચાયતમાં ભાજપના પૂર્વ પ્રમુખ દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને ચેતવણી આપતાં કહ્યું હતું કે, તેઓ માપમાં અને મર્યાદામાં રહે. સમાજના બંધારણના લીરે લીરા ઉડી રહ્યાં છે. તાકાત હોય તો ઉત્તર ગુજરાતમાં પોગ્રામ કરી બતાવો. સરકારે સન્માન નહીં કરતા સમાજ યાદ આવ્યો હતો. ફિલ્મો બનાવી સમાજના લોકોને દારૂના રવાડે ચઢાવ્યા છે. બીજી બાજુ ઠાકોર સમાજના આગેવાન મુકેશજી ઠાકોરે કહ્યું હતું કે, સમાજના કલાકારોના નિવેદન સામે આવી રહ્યાં છે.
