પાટણ શહેરમાં પાટણ બી ડીવિઝન પોલીસ દ્વારા હાઇવે પર બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

15 જેટલા વાહનો પોલીસ દ્વારા ડિટેન

પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઇવ યોજીને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા અને ઓવરલોડ ડમ્પરો ચલાવતા કુલ 15 જેટલા વાહનો પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે.

હાઇવે પર બેફામ ચાલતા ડંપરોના કારણે અકસ્માત

પોલીસના જણાવ્યા અનુસાર, હાઇવે પર બેફામ ચાલતા ડંપરોના કારણે અકસ્માત અને ભારે જોખમ સર્જાય છે, જેના પગલે પોલીસ તંત્ર સખ્ત પગલાં ભરવાનું શરૂ કર્યું છે. અલગ-અલગ વિસ્તારોમાંથી ડ્રાઈવર સહિત વાહનોને ડિટેન કરીને કાર્યવાહી કરવામાં આવી છે.


આ પણ વાંચો-----    Junagadh : ભવનાથમાં નાગા સાધુનો આતંક, દત્ત ચોકમાં સાધુએ તલવાર ઉગામી યાત્રીકોને ડરાવ્યા, ​રસ્તાની બાજુમાં સૂતેલા લોકોને સાધુએ માર માર્યો