પાટણ જિલ્લાના શંખેશ્વરમાં ઠાકોર સમાજના યુવાને ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાવ્યા છે અને DJના તાલે જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરી હતી.


ડીજેના તાલે તિક્ષ્ણ હથિયાર વડે જન્મદિવસની કેક કાપી

વાયરલ થયેલી રીલમાં જોવા મળે છે કે આ યુવાને ડીજેના તાલે તિક્ષ્ણ હથિયાર વડે જન્મદિવસની કેક કાપી અને આતશબાજી કરી હતી. તેણે ગાડીના બોનેટ પર કેક કાપી હતી

કાયદેસર કાર્યવાહી પણ થઇ શકે

જાહેર માર્ગ પર ગાડીની બોનેટ પર તિક્ષ્ણ હથિયાર વડે કેક કાપવા બાબતે કાયદેસર કાર્યવાહી પણ થઇ શકે છે

નવા બંધારણ મુજબ ડીજે પર પ્રતિબંધ મુકાયો છે

ઉલ્લેખનિય છે કે ઠાકોર સમાજના નવા બંધારણ મુજબ ડીજે પર પ્રતિબંધ મુકાયો છે અને આ મામલે સિંગર ગબ્બર ઠાકોર સહિત ત્રણને સમાજની બહાર પણ મુકાયા છે. વારંવાર ઠાકોર સમાજના બંધારણનો ભંગ થતાં હોય તેવા કિસ્સા બહાર આવી રહ્યા છે ત્યારે ફરી એક વાર પાટણમાં આ પ્રકારની રીલ વાયરલ થતાં ચર્ચા શરુ થઇ છે. 


આ પણ વાંચો----     Rajkot : પતિદેવોના વહીવટથી DDO લાલઘૂમ, પંચાયતમાં પતિદેવ વહીવટ કરશે તો તલાટી સામે કાર્યવાહી થશે, અન્ય કોઇની સહી હશે તો પણ કાર્યવાહી

  • Follow us on: