આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને પાટણ શહેર પોલીસ અત્યારથી જ સજ્જ બની છે. શહેરમાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સિટી 'એ' ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ધાડાબિંદુ
'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.જે. ભોંયની આગેવાની હેઠળ પોલીસનો મોટો કાફલો રસ્તા પર ઉતર્યો હતો. ખાસ કરીને શહેરના સંવેદનશીલ ગણાતા ખટકીવાડો અને બુકડી સહિતના વિસ્તારોમાં પોલીસે પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું. આ માર્ચ દ્વારા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાવવાનો અને સામાન્ય જનતામાં સુરક્ષાનો અહેસાસ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.










