શહેરમાં આજે એક ભયાનક કાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવસિંહજી હોસ્પિટલ નજીકથી પસાર થઈ રહેલી એક કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા કાર રસ્તા વચ્ચે આવેલા સર્કલ પર ચડી ગઈ હતી. કારની ઝડપ એટલી વધારે હતી કે અકસ્માત થતા જ આસપાસના વિસ્તારમાં મોટો અવાજ ગુંજી ઉઠ્યો હતો.


પોરબંદરમાં કારનો અકસ્માત

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર ખૂબ જ ઝડપથી આવી રહી હતી. હોસ્પિટલ પાસેના ટર્નિંગ અથવા સર્કલ પાસે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે કાર સીધી સર્કલ પર ચડી ગઈ હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

પૂરપાટ ઝડપે આવતી કારે કાબૂ ગુમાવ્યો

આ ભયાનક અકસ્માતમાં કારને મોટું નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. કોઈ ગંભીર જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ઘટનાની જાણ થતા જ પોરબંદર પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત કારને ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને ડ્રાઈવર સામે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડિંગ અકસ્માતનું કારણ હોવાનું મનાઈ રહ્યું છે.

આ પણ વાંચો:  અંકલેશ્વર GIDCમાં આવેલ સોસાયટીમાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ભરૂચ SOGનું ઓપરેશન

  • Follow us on: