પોરબંદરની શાન ગણાતી ઐતિહાસિક જૂની કોર્ટ બિલ્ડિંગમાં તંત્રની અત્યંત ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તક આવતી આ ભવ્ય ઇમારતમાં હજારોની સંખ્યામાં ચૂંટણી કાર્ડ, મહત્વની સરકારી ફાઈલો અને રેકર્ડ વેરવિખેર હાલતમાં મળી આવ્યા છે. જે દસ્તાવેજો લોખંડી તિજોરીઓમાં સુરક્ષિત હોવા જોઈએ, તે આજે ધૂળ ખાઈ રહ્યા છે અને રઝળતી હાલતમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે ગોપનીય માહિતી લીક થવાની અને આ કાર્ડ્સનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.


તંત્ર જાગશે કે કેમ?

આ બિલ્ડિંગ હાલમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અહીંથી અવારનવાર બારી-બારણાં સહિતના સામાનની ચોરી થતી હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. સરકારી સંપત્તિ અને રેકર્ડની જાળવણી કરવામાં નિષ્ફળ ગયેલા વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ સંવેદનશીલ દસ્તાવેજો કોઈ ખોટા હાથે ચડે તે પહેલા તંત્ર સફાળું જાગીને તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરે અને જવાબદારો સામે કડક પગલાં ભરે તે અત્યંત અનિવાર્ય બન્યું છે.

આ પણ વાંચો : Ahmedabad News : ઋષભ પટેલ આત્મહત્યા કેસ, નાના ચીલોડામાં યોજાઈ શ્રદ્ધાંજલિ સભા, ન્યાય માટે ઉઠ્યો જનતાનો અવાજ




  • Follow us on: