પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને પ્રોહીબીશનના ગુનામાં મોટી સફળતા મળી છે. બોખીરા વિસ્તારમાંથી ટ્રકમાં ભરેલો લાખોનો વિદેશી દારૂ મોકલનાર મુખ્ય સૂત્રધાર રાહુલ પટેલને પોલીસે ગોંડલ પાસેથી દબોચી લીધો છે. છેલ્લા 6 મહિનાથી પોલીસને હંફાવતો આ આરોપી આખરે જાળમાં ફસાઈ ગયો છે.
LCBએ વિદેશી દારૂ મોકલનાર મુખ્ય સૂત્રધારને દબોચી લીધો
થોડા સમય પૂર્વે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન હેઠળના બોખીરા વિસ્તારમાંથી પોલીસે એક શંકાસ્પદ ટ્રક ઝડપી પાડી હતી. આ ટ્રકની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 11,868 બોટલો મળી આવી હતી. જેની બજાર કિંમત રૂ. 35,54,931 આંકવામાં આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તેની તપાસ તેજ કરી હતી.










