પોરબંદરના ઓડદર ગામની સીમમાં આવેલી પથ્થરની એક ઊંડી ખાણમાં દીપડો ફસાઈ જવાની ઘટના બની છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના વિસ્તારના લોકોના ટોળેટોળા દીપડાને જોવા માટે ઉમટી પડ્યા હતા. દીપડો ખાણમાં ફસાયેલો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
પથ્થરની ખાણમાં દીપડો ફસાયો
ઓડદર ગામ નજીક આવેલી પથ્થરની ખાણના શ્રમિકો અને સ્થાનિકોએ જ્યારે ખાણમાં દીપડાને જોયો ત્યારે ભારે ફફડાટ ફેલાયો હતો. દીપડો અચાનક ખાણમાં ખાબક્યો હોવાનું અનુમાન છે. ખાણ ઊંડી હોવાને કારણે દીપડો બહાર નીકળી શક્યો ન હતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો. સ્થાનિકોએ સતર્કતા દાખવી તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરી હતી.
