ગુજરાતમાં બદલાતા વાતાવરણની વ્યાપક અસર જોવા મળી રહી છે, જે અંતર્ગત પોરબંદર શહેરમાં આજે ભરશિયાળે કમોસમી વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને ત્યારબાદ અચાનક વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. શહેરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓમાં વરસાદ પડવાને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા. એક તરફ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો અને બીજી તરફ વરસાદના આગમનથી શહેરમાં ડબલ ઋતુનો અનુભવ થયો હતો, જેના કારણે લોકોએ શિયાળામાં ચોમાસા જેવો માહોલ અનુભવ્યો હતો.


ગાંધીભૂમિમાં પલટાયું હવામાન

અચાનક થયેલા આ માવઠાને કારણે જનજીવન પર તેની માઠી અસર જોવા મળી હતી. માર્ગો પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ અટવાઈ પડ્યા હતા. સામાન્ય રીતે શિયાળામાં સૂકું વાતાવરણ હોય છે, પરંતુ આ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. આ વરસાદ ખેતીના પાક માટે પણ જોખમી સાબિત થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને જીરું, રાયડો અને ઘઉં જેવા શિયાળુ પાકોને આ માવઠાથી નુકસાન થવાની શક્યતાને પગલે જગતનો તાત ચિંતામાં મુકાયો છે.

આ પણ વાંચો : Surat માં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, જહાંગીરપુરાના 'એવન સ્પા' પર પોલીસના દરોડા



  • Follow us on: