કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ અધિકારીઓને ખખડાવ્યા હતા અને નિર્ણય લેવા વાળા તેલ લેવા ગયા તેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો, તો ધારાસભ્યએ વધુમાં અધિકારીને ફોન પર કહ્યું કે, કામ નહી કરો તો ટાંટિયા ભાંગી નાખીશ, વિસ્તારના પ્રવાસ દરમિયાન અધિકારીઓનો ઉધડો લીધો હોવાની વાત સામે આવી છે.


[[$googlead]]

ડિસિઝનવાળા ગયા તેલ લેવાઃ કાંધલ જાડેજા

ધારાસભ્ય કાંધલ જાડેજાએ વિસ્તારના પ્રવાસ દરમિયાન અધિકારીઓને ધમકાવ્યા હતા અને અધિકારીઓને ફોન પર આકરી ભાષામાં ખખડાવ્યા હતા, ગામના લોકોની રજૂઆતો મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા હતા, ગ્રામજનોનો આક્ષેપ છે કે, જે કામ ચાલુ છે તે ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને અમુક કામ થતા નથી અને અધિકારીઓ જવાબ આપતા નથી તેવી રજૂઆત ધારાસભ્ય સુધી પહોંચી હતી જેને લઈ ધારાસભ્યએ જાહેરમાં લોકોની સામે અધિકારીઓને ફોન કર્યો હતો.

ધારાસભ્યના પ્રવાસ દરમિયાન સરપંચને પણ મળ્યા

ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા વિસ્તારના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન સરપંચ, આગેવાનોને સાથે રાખી મહોબતપરા અને ધ્રુવાળા ગામના લોકોની રજૂઆતો સાંભળી સાંભળતા અધિકારીઓને ખખડાવ્યા હતા અને નિરાકરણ માટે લાગતા વળગતા અધિકારીઓને ફોન કરી આકરી ભાષામાં સૂચના આપી હતી અને ધારાસભ્ય કાંધલ જાડેજાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

[[$alsoread]]


આ પણ વાંચો :Gir Somnath News : ગીર સોમનાથ કોરિડોર મુદ્દે ગ્રામજનોમાં ફરી આક્રોશ ભભૂકી ઉઠ્યો, તંત્ર સમિતિને તોડવા પ્રયાસ કરી રહયાં હોવાનો આક્ષેપ


  • Follow us on: