પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા યાત્રિયોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૂચિત કરવામાં આવે છે કે ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા જયપુર–રેવાડી મુખ્ય રેલ ખંડ પર લેવલ ક્રોસિંગ નંબર 95 અને 106 પર ‘કટ એન્ડ કવર’ પદ્ધતિ દ્વારા રેલ અંડર બ્રિજ (RUB)ના નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.
બાંદીકુઈ, અલવર અને ખૈરથલ સ્ટેશનો પર નહીં જાય આ ટ્રેન
ઉલ્લેખિત બ્લોકના કારણે તા. 09 મે, 2026 ના રોજ પોરબંદરથી પ્રસ્થાન કરનારી ટ્રેન નં. 20937 પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ફુલેરા–જયપુર–અલવર–રેવાડીના બદલે પરિવર્તિત માર્ગ ફુલેરા–રીંગસ–રેવાડી માર્ગે ચલાવવામાં આવશે. આ અવધિ દરમિયાન આ ટ્રેન જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર અને ખૈરથલ સ્ટેશનો પર નહીં જાય.
