પોરબંદરના માધવપુર વિસ્તારમાં એક પરણીતાની 'પ્રેમલીલા'માં એક નવજાત બાળકનો ભોગ લેવાયો હોવાની આશંકાએ ભારે ઉત્તેજના જગાવી છે. પોતાના અનૈતિક સંબંધો પર પડદો પાડવા માટે કઠોર હૃદયની માતાએ તાજા જન્મેલા બાળકને હાઈવે નજીક દાટી દીધું હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી રહી છે.

પોરબંદરમાં નવજાત બાળકની હત્યાની આશંકા

માધવપુર વિસ્તારની આ પરણીતા છેલ્લા ઘણા સમયથી તેના પતિ સાથે અણબનાવ હોવાથી રિસામણે બેઠી હતી. આ સમય દરમિયાન તેણે પોતાના પ્રેમી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેના કારણે તે ગર્ભવતી બની હતી. ગત સપ્તાહે તેણે પોરબંદરની એક હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. જોકે, આ પાપ દુનિયા સામે ન આવે તે માટે તેણે બાળકનો નિકાલ કરવાનું કાવતરું ઘડ્યું હોવાનું મનાય છે.

પતિની શંકાએ ભાંડો ફોડ્યો

પત્ની ગર્ભવતી હોવાની અને તેણે બાળકને જન્મ આપ્યો હોવાની જાણ પતિને થતા તેણે માધવપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. પતિએ શંકા વ્યક્ત કરી હતી કે પત્નીએ તેના પ્રેમી સાથે સંબંધ બાંધી ગર્ભ રાખ્યો હતો અને હવે તે બાળક ગાયબ છે. પોલીસે જ્યારે પોરબંદરની હોસ્પિટલોમાં તપાસ કરી ત્યારે બાળકનો જન્મ થયો હોવાના પુરાવા મળી આવ્યા હતા, જેનાથી ઘટનાની પુષ્ટિ થઈ હતી.

આ પણ વાંચો: Kadi: જમીયતપુરામાં ખેડૂત પર લાકડીઓથી હુમલો, ગાયો ખેતરમાં ઘુસાડવાની ના પાડવી ભારે પડી