સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કતપુર ટોલપ્લાઝા પર ઈન્કમટેક્સ વિભાગની સર્ચ કાર્યવાહી સતત બીજા દિવસે પણ ચાલુ છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.


સંચાલકોના આર્થિક વ્યવહારોમાં ગેરરીતિઓ હોવાની આશંકા

વિભાગને ટોલ પ્લાઝાના સંચાલકોના આર્થિક વ્યવહારોમાં ગેરરીતિઓ હોવાની આશંકા છે, જેના પગલે સર્ચ કામગીરી સતત ચાલતી રહી છે.

વર્તમાન તેમજ પૂર્વ ટોલ સંચાલકો તપાસના શંકા દાયરા હેઠળ

આઈટી અધિકારીઓએ રાતભર સર્ચ કાર્યવાહી હાથ ધરી હતી અને વર્તમાન તેમજ પૂર્વ ટોલ સંચાલકો બંનેને તપાસના શંકા દાયરા હેઠળ રાખવામાં આવ્યા છે.

આ કાર્યવાહી હાલમાં અનિશ્ચિત સમય સુધી ચાલુ રહે તેવી શક્યતા

સૂત્રો અનુસાર, આ કાર્યવાહી હાલમાં અનિશ્ચિત સમય સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. ટોલ પ્લાઝાના વ્યવહારોમાં ગેરરીતિઓની તપાસ કરાઇ રહી છે.


આ પણ વાંચો-----    Death Penalty : રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં ગુજરાત દેશમાં અગ્રણી હોવાના સરકારના આંકડા

  • Follow us on: