રાધનપુરમાં બિલ્ડર રઘુરામ ઠક્કરે ખેડૂતની જમીન પચાવી પાડ્યાનો આક્ષેપ લગાવાતા ખળભળાટ મચી ગયો છે. આરોપ મુજબ બિલ્ડરે ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળી મોટું કૌભાંડ કર્યું છે. ખેડૂતે ત્રણ વાર અરજી કરવા છતાં ન્યાય મળ્યો ના હોવાનું પણ જણાવાયું છે. હવે જમીન માપણી કરાવવા ખેડૂતે ચોથીવાર અરજી કરી છે.
બિલ્ડરે કરોડોની જમીન પચાવી પાડી
રાધનપુરમાં બિલ્ડરે ગરીબ ખેડૂતની કરોડોની જમીન પચાવી પાડ્યાનો ખેડૂતે આરોપ લગાવતા ચકચાર મચી ગઇ છે.
બિલ્ડરે ખોટું કરી જમીન હડપી
ખેડૂતે લગાવેલા આરોપ મુજબ 1.20 ગુંઠા જમીન વેચાણ આપી હતી પણ બિલ્ડરે ખોટું કરી બાકીની તમામ જમીન હડપી લીધી છે.
બિલ્ડર રઘુરામ ઠક્કરે અધિકારીઓ સાથે મેળાપણાથી જમીન પચાવી પાડી
બિલ્ડર રઘુરામ ઠક્કરે અધિકારીઓ સાથે મેળાપણાથી જમીન પચાવી પાડી હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો છે. જમીનની માપણી કરાવવા ખેડૂતે પાટણ DILR કચેરીમાં ત્રણ ત્રણ વાર અરજીઓ આપી છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી
ખેડૂતે ચોથીવાર અરજી આપી
હવે જમીન માપણી કરાવવા ખેડૂતે ચોથીવાર અરજી આપી છે. ખેડૂત સતત પોતાને ન્યાય મળે તે માટે સરકારી કચેરીના આંટા ફેરા કરી રહ્યો છે પણ તેને કોઇ સાંભળતું નથી.
આ પણ વાંચો------ Kapadvanj સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, વચગાળાના જામીન પર છુટી ફરી દુષ્કર્મ કરનારા આરોપીને જન્મટીપની સજા