રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી 25થી વધુ સોસાયટીના રહેવાસીઓ દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં શહેરના વિવિધ વિસ્તારમાં અમલમાં રહેલી અશાંતધારાની સમયમર્યાદામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે.
કેટલીક સોસાયટીમાં ધાર્મિક માહોલ બગડવાની શક્યતા
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે કેટલીક સોસાયટીમાં ધાર્મિક માહોલ બગડવાની શક્યતા ઊભી થઈ રહી છે. ઘણા રહેવાસીઓ છેલ્લા 25 વર્ષથી સોસાયટીમાં વસવાટ કરી રહ્યા હોવાનું જણાવ્યું છે.













