રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરી વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ઝોનલ એકાઉન્ટ ઓફિસના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ સહિત ત્રણ શખ્સોને ₹45,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ કેસમાં ખાસ વાત એ છે કે લાંચના નેટવર્કમાં એક નિવૃત્ત અધિકારી અને પટાવાળાની સંડોવણી પણ સામે આવી છે.


ત્રણ શખ્સો 45,000ની લાંચ લેતા ઝડપાયા

ફરિયાદીના એરિયસના બાકી બિલ મંજૂર કરાવવા માટે સરકારી કચેરીના ધક્કા ખાવા પડતા હતા. ઝોનલ એકાઉન્ટ ઓફિસના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ રવિ કુમાર સુરેશકુમાર જાગીડ દ્વારા બિલ મંજૂર કરવાના બદલામાં કુલ રકમના 20 ટકા લેખે લાંચની માંગણી કરવામાં આવી હતી. લાંબી રકઝક બાદ અંતે ₹45,000માં સોદો નક્કી થયો હતો.

ACBની જાળ અને ધરપકડ

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે રાજકોટ ACBનો સંપર્ક કર્યો હતો. ACB દ્વારા ગિરનાર સિનેમા પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન રવિ કુમાર જાગીડ લાંચ લેતા પકડાઈ ગયા હતા. તપાસ દરમિયાન તેમની સાથે અન્ય બે શખ્સોની સંડોવણી પણ ખુલી હતી.શૈલેષ કે. ચૌહાણ નિવૃત્ત ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર,અક્ષય વાગડિયા ઇન્કમટેક્સ ઓફિસનો પટાવાળો.આ ત્રણેય શખ્સો લાંચના નેટવર્કનો ભાગ બનીને ફરિયાદી પાસેથી નાણાં પડાવવા પહોંચ્યા હતા, જ્યાં ACBએ તેમને દબોચી લીધા હતા.

આ પણ વાંચો: સગીરાની છેડતીના કેસમાં આરોપીને 10 વર્ષની કેદ, કોર્ટે કહ્યું- આવા નરાધમો સમાજ માટે જોખમ

  • Follow us on: