રાજકોટ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના ભોમેશ્વર ફાટક પાસે આવેલ એક રહેણાંક ફ્લેટમાં 40 વર્ષીય પ્રૌઢની નિર્મમ હત્યા થતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ભોમેશ્વર ફાટક પાસે યુવકની હત્યા

મળતી વિગતો મુજબ, રાજકોટના ભોમેશ્વર ફાટક પાસે આવેલા 'બાબજી એવન્યુ' નામની બિલ્ડિંગમાં આ લોહીયાળ ઘટના બની હતી. અહીં ભાડેથી રહેતા અબ્બાસભાઈ (ઉંમર 40 વર્ષ) નામના વ્યક્તિની અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. અબ્બાસભાઈ આ ફ્લેટમાં છેલ્લા કેટલા સમયથી રહેતા હતા અને તેમની સાથે અન્ય કોઈ હતું કે કેમ, તે દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે.

ઘટનાસ્થળેથી મળી આવી છરી

હત્યાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન પોલીસને મૃતદેહની તદ્દન નજીકથી એક તીક્ષ્ણ છરી મળી આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ જ છરી વડે અબ્બાસભાઈ પર હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું જણાય છે. એફએસએલ (FSL) ની ટીમ દ્વારા પણ નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો:Ahmedabad માં પાણીજન્ય રોગચાળાનો હાહાકાર, ડિસેમ્બરમાં ટાઈફોઈડના 180 અને ઝાડા-ઉલટીના 239 કેસ