રાજકોટના જામનગર રોડ પર આવેલા ખાટુ શ્યામ મંદિરમાં થયેલી ચોરીની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. મંદિરમાં ચોરી કરીને ફરાર થયેલા રીઢા ગુનેગારને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો છે.


 CCTV ફૂટેજથી થયો પર્દાફાશ

જામનગર રોડ પરના ખાટુ શ્યામ મંદિરમાં વહેલી સવારે ચોરીની ઘટના બની હતી. ચોર મંદિરમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ચોરીની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

 16 ગુનામાં સંડોવાયેલો રીઢો તસ્કર

CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ચોરી કરનાર આરોપીને ઝડપી લીધો હતો. પોલીસની તપાસમાં ખુલ્યું હતું કે આ રીઢો તસ્કર અગાઉ પણ 16 જેટલા ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે. આ આરોપીએ અગાઉ પણ અનેક મંદિરોને નિશાન બનાવીને ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસે ચોરી કરનાર રીઢા તસ્કર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરવા માટે વધુ પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો: સાવલીમાં ઓપરેશન પરાક્રમ, સિનિયર સિટીઝનને છેતરતી 3 ઠગબાજની ગેંગ ઝડપાઈ


  • Follow us on: