સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં મોડી રાત્રે રેસકોર્સ રીંગ રોડ પર અકસ્માતની સનસનાટીભરી ઘટના બની હતી. પૂરપાટ ઝડપે દોડતી કારે અન્ય એક કારને ટક્કર મારતા વાતાવરણ ગરમાયું હતું.
રેસકોર્સ રીંગ રોડ પર અકસ્માત
રેસકોર્સ રીંગ રોડ પર સામાન્ય રીતે મોડી રાત સુધી લોકોની અવરજવર હોય છે. એક કારચાલક પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો, જે દરમિયાન તેણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને માર્ગ પર જતી બીજી કાર સાથે તેની કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા.
