સંસ્કારી નગરી વડોદરામાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરો અવનવા નુસખાઓ અજમાવી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો કિશનવાડી વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં એક બુટલેગરે બ્યુટી પાર્લર જેવી દુકાનને પોતાનો અડ્ડો બનાવ્યો હતો. જોકે, વડોદરા પીસીબીની સતર્કતાને કારણે આ ભેજાબાજ બુટલેગરનો પ્લાન નિષ્ફળ ગયો છે.
બ્યુટી પાર્લરમાં દારૂનો જથ્થો
મળતી માહિતી મુજબ, પરસોત્તમ નગરમાં હિતેશ જયસ્વાલ નામનો બુટલેગર બ્યુટી પાર્લરની દુકાનની આડમાં વિદેશી દારૂનો વેપાર કરતો હતો. પોલીસને અંધારામાં રાખવા માટે તેણે દુકાનની અંદર પીઓપી (POP) ના સીલિંગમાં દારૂ છુપાવવા માટેની ખાસ જગ્યા બનાવી હતી. પોલીસ જ્યારે તપાસ કરવા ગઈ ત્યારે પ્રથમ દ્રષ્ટિએ કંઈ ન મળ્યું, પરંતુ ઝીણવટભરી તપાસમાં POP માં સંતાડેલો દારૂ મળી આવ્યો હતો.
