જાવંત્રી ગીરની આ હિંસક ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પીડિત પરિવારનો ગંભીર આક્ષેપ છે કે હુમલાખોરોએ જામગરી બંદૂકથી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ જીવતા સળગાવવાના ઈરાદે પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. જ્યારે પરિવાર જીવ બચાવવા ભાગી રહ્યો હતો, ત્યારે 75 વર્ષીય વૃદ્ધા આગની લપેટમાં ફસાઈ ગયા હતા અને ગંભીર રીતે દાઝી જવાથી તેમનું મોત થયું હતું.
પોલીસે 4 મુખ્ય આરોપીઓની ધરપકડ
આ ગંભીર ગુનાને ઉકેલવા માટે LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમો કામે લાગી છે. પોલીસ દ્વારા જાવંત્રી ગીર અને આસપાસના વિસ્તારોમાં કોમ્બિંગ તેજ કરવામાં આવ્યું છે. આ મામલે પોલીસે 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં 6 શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હત્યા અને રાયોટિંગ સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધાયો.મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર હોવાનું જણાઈ રહ્યું છે, જેને પકડવા માટે પોલીસે ચક્રગતિમાન કર્યા છે.
