બનાસકાંઠા જિલ્લાની થરાદ પોલીસે લાંબા સમયથી વોન્ટેડ અને પોલીસના ચોપડે 'લાલશાહી' (વોન્ટેડ) લિસ્ટમાં રહેલા હત્યાના આરોપીને પકડવામાં મોટી સફળતા મેળવી છે. સાત મહિના પૂર્વે થયેલી હત્યા બાદ આરોપી આસુરામ સોલંકી પોતાની ધરપકડ ટાળવા માટે સતત નાસતો-ફરતો હતો.
થરાદમાં મર્ડર કેસનો આરોપી ઝડપાયો
IGP ચિરાગ કોરડીયા અને SP ચિંતન તેરૈયાની સૂચનાથી નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન થરાદ પોલીસને બાતમી મળી હતી કે આરોપી આસુરામ સોલંકી રાજસ્થાનના આકોલી વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ચોક્કસ લોકેશન મેળવી દરોડો પાડ્યો હતો અને આરોપીને દબોચી લીધો હતો.
