રાજકોટ શહેરમાં વર્ષોથી આતંકનો પર્યાય બનેલી અને ગંભીર ગુનાખોરી આચરતી કુખ્યાત ‘ઓડિયા ગેંગ’ વિરુદ્ધ આખરે પોલીસે આકરા કાયદા ગુજસીટોક (GUJCTOC) હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગના સભ્યો સામે ખૂન, લૂંટ અને હુમલા જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાથી શહેર પોલીસે કડક વલણ અપનાવ્યું છે.


અવેશ ઓડિયા અને તેની ગેંગનો આતંક

આ ગેંગનો મુખ્ય સૂત્રધાર અવેશ આયુબભાઈ ઓડિયા છે, જે પોતાની ગેંગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આતંક મચાવતો હતો.આ ગેંગ સામે ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, જમીન પચાવી પાડવી અને સરકારી અધિકારીઓ પર હુમલા જેવા કુલ 34 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.હાલમાં મુખ્ય સૂત્રધાર અવેશ ઓડિયા 'પાસા' હેઠળ જેલવાસ ભોગવી રહ્યો છે, જેનો પોલીસ કબજો મેળવી ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરશે.

9 સભ્યોની ધરપકડ અને મિલકતો પર ટાંચ

પોલીસે ગેંગના કુલ 10 સભ્યો પૈકી 9 સભ્યોની ધરપકડ કરી લીધી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે તમામ આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા જે ગેરકાયદે મિલકતો ઉભી કરી છે, તેની તપાસ કરી તેને ટાંચમાં (જપ્ત) લેવામાં આવશે.ગેંગના તમામ સભ્યોને રાજ્યની જુદી-જુદી જેલોમાં ધકેલવામાં આવશે જેથી તેમનું નેટવર્ક તોડી શકાય.

આ પણ વાંચો:ધારાસભ્ય રમેશ ટીલાળા બન્યા એસ.ટી. બસના સારથિ, નવી રાજકોટ-ગાંધીનગર બસ સેવાના પ્રારંભે પોતે સ્ટીયરિંગ સંભાળ્યું

  • Follow us on: