શહેરમાં બેફામ બનેલા કાર ચાલક નબીરાઓનો કહેર યથાવત છે. રાજકોટના જાણીતા પંચવટી મેઇન રોડ પર એક કાળા કાચવાળી અને નંબર પ્લેટ વિનાની કારે એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર અકસ્માતના રૂંવાડા ઉભા કરી દે તેવા CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
નંબર પ્લેટ વગરની કાર અને કાળા કાચ
પંચવટી મેઇન રોડ પર બનેલી આ ઘટનામાં કાર ચાલકની શાન ઠેકાણે ન હોય તેમ, કારના કાચ સંપૂર્ણપણે કાળા હતા અને ગાડી પર કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ જોવા મળી ન હતી. આ બાબત સૂચવે છે કે કાર ચાલક જાણીજોઈને કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યો હતો. ફૂટેજમાં જોઈ શકાય છે કે બેફામ ગતિએ આવતી કારે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો.
