રાજકોટ AIIMS હોસ્પિટલમાં MBBS નો અભ્યાસ કરતા અને ઇન્ટર્નશિપ કરી રહેલા વિદ્યાર્થી રતન મેઘવાળે આજે વહેલી સવારે પરાપીપળીયા રેલવે ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લેતા સમગ્ર તબીબી જગતમાં અને વિદ્યાર્થી આલમમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.


માનસિક તણાવનું કરુણ પરિણામ

પ્રાથમિક તપાસ અને પોલીસને મળેલી સુસાઇડ નોટ પરથી જાણવા મળ્યું છે કે, વિદ્યાર્થી રતન મેઘવાળ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવ  હેઠળ હતો. આ તણાવને કારણે જ તેણે આ અંતિમ અને આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

દોઢ માસ પૂર્વે પણ કર્યો હતો પ્રયાસ

આ ઘટનાનું સૌથી દુઃખદ પાસું એ છે કે, રતન મેઘવાળે આશરે દોઢ મહિના પહેલા પણ આ જ સ્થળે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પરાપીપળીયા ગામના જાગૃત ગ્રામજનોએ સમયસૂચકતા વાપરીને તેને બચાવી લીધો હતો અને નવું જીવનદાન આપ્યું હતું. જોકે, કમનસીબે આજે તે ફરી તે જ જગ્યાએ પહોંચ્યો અને તેને કોઈ રોકી શક્યું નહીં.

આ પણ વાંચો: Himatnagar: લગ્નની લાલચ આપીને લાખો પડાવતી ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ચલાવનાર દંપતી સહિત 4 ઝડપાયા

  • Follow us on: