રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સૌરાષ્ટ્ર ઝોન સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ તે પહેલાં, પક્ષના ટોચના નેતાઓએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતથી અંજલીબેનની સંગઠનમાં સક્રિય ભૂમિકા અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે.


રાજકોટમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોન સંગઠનની બેઠક

બી.એલ. સંતોષ (કેન્દ્રીય સંગઠન મંત્રી), પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, અન્ય સંગઠનના અગ્રણી નેતાઓ સંગઠન બેઠક પહેલાં જ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષની અંજલીબેન સાથેની મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે. આ બેઠકમાં અંજલીબેન રૂપાણીને સંગઠનમાં કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે તેવી શક્યતા પર રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે.

બી.એલ.સંતોષે અંજલી રૂપાણી સાથે કરી મુલાકાત

અંજલીબેન રૂપાણીનું સૂચક નિવેદન, આ મુલાકાત બાદ અંજલીબેન રૂપાણીએ પક્ષ પ્રત્યેની તેમની કટિબદ્ધતા દર્શાવતું એક સૂચક નિવેદન આપ્યું હતું. અમે પાર્ટીના કાર્યકર્તા છીએ. પાર્ટી જે કામ સોંપશે તે કરીશું. આ નિવેદન પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે, અંજલીબેન રૂપાણી ભવિષ્યમાં ભાજપના સંગઠનમાં વધુ સક્રિય ભૂમિકા ભજવવા તૈયાર છે. આ બેઠક અને મુલાકાત સૌરાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે.


આ પણ વાંચો: Ahmedabadમાં મેગા ડિમોલિશન, ઇસનપુરના રામવાડી તળાવ ખાતે 925 રહેણાંક દબાણો હટાવાશે

  • Follow us on: