પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શન અને વિજયની ઉજવણીના પડઘા ગુજરાતના રંગીલા રાજકોટમાં પણ જોવા મળ્યા છે. રાજકોટમાં વસતા બંગાળી મૂળના લોકો અને ભાજપના કાર્યકરોએ સાથે મળીને આ જીતનો મહોત્સવ મનાવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય રમેશ ટીલાળાએ આકર્ષણ જમાવ્યું હતું.

ધારાસભ્યનો અનોખો અંદાજ

રાજકોટના સોની બજાર સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં બંગાળી મૂળના કારીગરો વસવાટ કરે છે. બંગાળમાં ભાજપના વિજયને પગલે આ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉજવણી દરમિયાન ધારાસભ્ય રમેશ ટીલાળા ત્યાં પહોંચ્યા હતા અને લોકોના આગ્રહને માન આપીને બંગાળી ગીત પર ડાન્સ કર્યો હતો. એક વડીલ ધારાસભ્યને બંગાળી સંસ્કૃતિના રંગે રંગાઈને ડાન્સ કરતા જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

બંગાળી મૂળના લોકો સાથે આત્મીયતા

ધારાસભ્ય ટીલાળાએ માત્ર ડાન્સ જ નહીં, પરંતુ બંગાળી પરિવારો સાથે વાતચીત કરી વિજયની વધામણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ વિજય લોકશાહી અને વિકાસનો વિજય છે. બંગાળી મૂળના લોકોએ પણ પોતાના ધારાસભ્યને પોતાની વચ્ચે જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: Surat: ગેરકાયદે ગર્ભપાત કૌભાંડમાં પોલીસનો સપાટો, આરોપી ડોક્ટરને હોસ્પિટલ લાવી પોલીસે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું