સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી ‘મમતા હોસ્પિટલ’ માં ચાલતા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના કૌભાંડમાં પોલીસે તપાસ તેજ કરી છે. આ કેસના મુખ્ય સૂત્રધાર ડો. રામગોપાલ વર્માને એસઓજી (SOG) પોલીસની ટીમે આજે હોસ્પિટલ ખાતે લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત

રિમાન્ડ દરમિયાન આરોપી ડોક્ટરે પોલીસ સમક્ષ પોતાના તમામ કાળા કરતૂતોની કબૂલાત કરી લીધી છે. ડોક્ટરે જણાવ્યું હતું કે તે કેવી રીતે ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતો અને ત્યારબાદ ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરતો હતો. પોલીસે હોસ્પિટલના કયા રૂમમાં અને કયા સાધનોની મદદથી આ ગંભીર ગુનો આચરવામાં આવતો હતો તેની તમામ વિગતો આરોપી પાસેથી મેળવી હતી.

ઘટનાસ્થળે પંચનામું અને રિકન્સ્ટ્રક્શન

SOG પોલીસની ટીમ જ્યારે આરોપી ડોક્ટરને લઈને મમતા હોસ્પિટલ પહોંચી, ત્યારે તેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે તેને સાથે રાખીને હોસ્પિટલમાં પંચનામું કર્યું હતું. આરોપી ડોક્ટરે ક્યાં મશીનો છુપાવ્યા હતા અને ઓપરેશન થિયેટરનો કેવી રીતે દુરુપયોગ કરતો હતો તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પોલીસ સમક્ષ આપ્યું હતું.

આ પણ વાંચો: Gandhidham: ગાંધીધામમાં મનપા કમિશનરનું કડક વલણ, રસ્તાના કામમાં વિલંબ કરનાર અંકિતા કન્સ્ટ્રક્શનને 25 લાખનો દંડ