રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વીરનગર ગામ પાસે ચાલુ એક્સેન્ટ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. આ આગ લાગવાની ઘટનાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.


ફાયર બ્રિગેડ અને પોલીસની તાત્કાલિક કાર્યવાહી

આગ લાગવાની ઘટનાની જાણ થતા જ જસદણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી ભયાનક હતી કે હાઈવે પર દૂર-દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. સુરક્ષાના કારણોસર આટકોટ પોલીસ દ્વારા હાઈવેને થોડા સમય માટે વન-વે કરી દેવામાં આવ્યો હતો.

ટ્રાફિક જામ અને તપાસ

આગની આ ઘટનાને જોવા માટે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આટકોટ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને આ કાર કોની છે તેમજ આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે તે અંગે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.


આ પણ વાંચો - Rajkot મોરબી હાઇવે પર ટ્રાફિક જામ, સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમિટમાં પહોંચતા અધિકારીઓ અને ઉદ્યોગકાર ફસાયા


  • Follow us on: