રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમિટ ચાલી રહી છે. આજે સવારથી જ રાજકોટ-મોરબી હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સમિટમાં ભાગ લેવા માટે જઇ રહેલા અનેક અધિકારીઓ, ઉદ્યોગકારો અને ઇન્વેસ્ટરો હાઈવે પર ફસાયા હતા.


 1 થી 1.5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો

માહિતી મુજબ, માર્કેટિંગ યાર્ડથી લઈને મારવાડી કોલેજ સુધી આશરે 1 થી 1.5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મોટી સંખ્યામાં વેપારીઓ, ઉદ્યોગકારો અને પ્રતિનિધિઓ સમિટમાં ભાગ લેવા માટે આ રસ્તા પસાર થયા.

સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા કાર્યવાહી શરુ

ટ્રાફિકમાં ફસાયેલા લોકો માટે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા કાર્યવાહી શરુ કરી દેવાઇ છે. હાઇવે પર ટ્રાફિક જામના કારણે પ્રવાસીઓ અને વાહનચાલકોને વિલંબ થયો છે.

મોરબી અને કચ્છ તરફનો ટ્રાફિક તો બીજી તરફ પર વાઇબ્રન્ટ સમિટનો ટ્રાફિક

પોલીસે ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુચારૂ બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે, જેથી તમામ આગંતુકો સમયસર સમિટમાં પહોંચી શકે. આ રોડ પર મોરબી અને કચ્છ તરફનો ટ્રાફિક છે તો બીજી તરફ પર વાઇબ્રન્ટ સમિટ નો ટ્રાફિક છે જેથી ટ્રાફિક જામ સર્જાયો છે.


આ પણ વાંચો----   Ahmedabad : ગાંધીઆશ્રમનું પુનઃનિર્માણ, 1200 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય સ્મારક બનશે, સાદગી-અધિકૃત સ્થાપત્યોને જાળવીને જીર્ણોદ્ધાર કરાશે

  • Follow us on: