વર્ષ 2003મા શરૂ થયેલા વાયબ્રન્ટ સમિટમાં હવે 25થી વધુ દેશો ભાગ લે છે ત્યારે નાના ઉદ્યોગોને પણ લાભ થાય તે માટે હવે જિલ્લા કક્ષાનાં વાયબ્રન્ટ શરૂ કરવામાં આવ્યાં છે ત્યારે મોરબી ખાતે આજે વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત પ્રભારી મંત્રીની હાજરીમાં મીની વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થયો છે જેમાં મોરબી જિલ્લામાં નવા શરૂ થનાર અનેક ઔદ્યોગિક એકમોએ 2277 કરોડનાં એમઓયુ સાઇન કરશે તેવો મોરબી જિલ્લા કલેકટર દ્વારા આશા વ્યક્ત કરી છે.


રીન્યુએબલ એનર્જી,સિરામિક અને પ્લાસ્ટિક સહિતના એમઓયુ થયા

આગામી તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન રાજકોટ ખાતે કચ્છ સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ રિયોજનલ કોન્ફરન્સનું આયોજન કરે તે પૂર્વે મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં રીન્યુએબલ એનર્જી,સિરામિક અને પ્લાસ્ટિક સહિતના એમઓયુ થયા છે.

મોરબીના લીલાપર ખાતે જિલ્લા સ્તરીય કાર્યક્રમ શરૂ થયો

મોરબીના લીલાપર ખાતે જિલ્લા સ્તરીય કાર્યક્રમ શરૂ થયો છે રાજકોટ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીયોજિનલ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ઔદ્યોગિક એકમો દ્વારા નવી મૂડી રોકાણ કરવામાં આવશે જેના એમઓયુ પણ આ કાર્યક્રમ દરમિયાન થશે.

વિવિધ એકમો સરકારની યોજનાઓ અંતર્ગત લાભોનું વિતરણ કરવામાં આવશે

મોરબી ખાતે જિલ્લાના વિવિધ એકમો સરકારની યોજનાઓ અંતર્ગત લાભોનું વિતરણ કરવામાં આવશે ઉપરાંત ઉદ્યોગ કારણે જીએસટી લેબરના કાયદાઓ તથા સરકારને વિવિધ ઔદ્યોગિક પ્રોત્સાહક યોજનાઓ વિશે માર્ગદર્શન આપવાનો સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો----  Gujarat Flashback 2025 : બોમ્બની ધમકીનો સિલસિલો અને પકડાઇ એવી ટેકનોક્રેટ મહિલા જેણે પ્રેમનો બદલો લેવા મચાવ્યો હતો હાહાકાર

  • Follow us on: