ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધતુ જાય છે. પોલીસના જાણે ડર જ ના રહ્યો હોય તેમ ગુનેગારો બેફામ બની રહ્યાં છે. અપહરણ, લૂંટ અને અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. મોરબીમાં એક વેપારી દુકાનમાં સુતો હતો ત્યારે કેટલાક શખ્સો આવ્યા અને તેને માર મારી અપહરણ કરીને લઈ ગયા હતાં. પોલીસે આ ઘટનામાં પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
દુકાનમાં વેપારી સૂતો હતો ત્યારે માર મારીને અપહરણ
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબીમાં અમરતસિંહ સોઢા નામનો વેપારી દુકાનમાં સુઈ ગયો હતો. આ દરમિયાન બે કારમાં આવેલા કેટલાક શખ્સોએ વેપારીને માર માર્યો હતો. ત્યાર બાદ ત્યાંથી તેને ઉઠાવી કારમાં બેસાડીને અપહરણ કરી લઈ ગયા હતાં. સમગ્ર બાબતની જાણ પોલીસને થતાં પોલીસે નાકાબંધી કરીને અપહરણકારોની ગાડીને ઝડપી પાડી હતી અને વેપારીને તેમની ચૂંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે.













